કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ૨૦૧૯ માનહાની મામલે સુરત કોર્ટ દોષિત, બે વર્ષની સજા સંભળાવી સજા

મોદી અટક અંગે કરેલા નિવેદનને લઈ સુરત જિલ્લા કોર્ટે રાહુલ ગાંધીને  ૨ વર્ષની સજા સંભળાવી. ૨૦૧૯ લોકસભા ચુંટણી દરમિયાન તેમણે ભાષણ વખતે ટિપ્પણી કરી હતી. કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ મામલે દોષી ગણાવ્યા છે. સજા બાદ રાહુલ ગાંધીના વકીલો દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. રાહુલ ગાંધીને આ મામલે જામીન પણ મળી ગયા છે.

સુરતની કોર્ટમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ‘મોદી’ અટક ધરાવતા વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આજે ચુકાદો આવ્યો છે જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી છે. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જામીન આપવામાં આવ્યા હતા. હવે રાહુલ ગાંધી આ કેસ લઈને હાઇકોર્ટમાં જશે એવું જાણવા મળ્યું છે.

કર્ણાટકના કોલાર ગામમાં ૧૩/૦૪/૨૦૧૯ ના દિવસે સાંસદ અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં તેમની વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુનાવણીઓ થઈ અને આજે સુરતની અદાલતે માનહાનિ કેસમાં ચુકાદો આપ્યો હતો. રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરતની અદાલતે આજે ચુકાદો આપતાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *