૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે બે દિવસની કેન્દ્રીય ગૃહ મંત્રી પણ ગુજરાત મુલાકાતે આવ્યા હતા. અને પ્રશિક્ષણ શિબિરમાં હાજરી પણ આપી હતી. ત્યારે હવે આગામી સમયમાં વડાપ્રધાન મોદી પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
વડાપ્રધાન સોમનાથ મંદિર ખાતે સોમનાથ દાદાનાં દર્શન કરશે. તેમજ ત્યાર બાદ સોમનાથમાં રોડ-શો કરે તેવી પણ સંભાવના છે. વડાપ્રધાનનાં કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
તા.૧૭ થી ૨૬ દરમ્યાન કેન્દ્ર અને ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે ” સૌરાષ્ટ્ર તમિલ સંગમ ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન ” સૌરાષ્ટ્ર તમિલ સંગમ ” કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી સ્થળાંતર કરીને તમિલનાડું રાજ્યમાં સ્થાયી થયેલા લોકોનું પણ સન્માન કરવામાં આવશે. અને આ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરી બંને દેશો વચ્ચે સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.