કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે કોવિડ રોગચાળોનો ખતરો હજી દૂર થયો નથી. દેશમાં કોવિડની સ્થિતિ અંગે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે માહિતી આપી કે વૈશ્વિક સ્તરે દરરોજ સરેરાશ ૯૪ હજાર કેસ નોંધાઈ રહ્યા છે,
ભારતમાં માત્ર ૯૬૬ કેસ છે. ભારતમાં, મોટાભાગના કેસ આઠ રાજ્યોમાં નોંધાઈ રહ્યા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૬૫૦ કોવિડ કેસ નોંધાયા છે, ત્યારબાદ ગુજરાત, કેરળ અને કર્ણાટક છે. ભૂષણે જણાવ્યું કે દેશમાં ગયા મહિનાના બીજા સપ્તાહથી કેસમાં વધારો જોવા મળ્યો છે. આ રાજ્યોને કોવિડના સંચાલન માટે જરૂરી પગલાં અંગે વિગતવાર સલાહ આપવામાં આવી છે. ભૂષણે પોઝિટિવ સેમ્પલની સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ વધારવા કહ્યું. આરોગ્ય સચિવે માહિતી આપી કે હાલ દેશમાં ઓમિક્રોન વાયરસ જોવા મળે છે. જો કે, તેમણે કહ્યું કે, દેશમાં હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુદરમાં વધારો નથી. આરોગ્ય મંત્રાલયે રાજ્યોને કેસમાં વધારાને ધ્યાનમાં રાખીને પરીક્ષણો વધારવા માટે સલાહ આપી છે.