રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે

રાષ્ટ્રપતિ કોલકતામાં નેતાજી ભવન ખાતે સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે છે. રાષ્ટ્રપતિ કોલકાતામાં નેતાજી ભવનમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી તે જોરાસાંકો ઠાકુરબારી જશે અને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપશે.

સાંજે, નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિ મુર્મુના સન્માનમાં નાગરિક સ્વાગતનું આયોજન કરવામાં આવશે.રાષ્ટ્રપતિ મંગળવારે બેલુર મઠની મુલાકાત લેશે. તે કોલકાતામાં યુકો બેંકના ૮૦ વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપશે. બાદમાં, રાષ્ટ્રપતિ શાંતિનિકેતનની મુલાકાત લેશે, જ્યાં તે વિશ્વ ભારતી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *