કેન્યામાં ગઈ કાલે સરકારનો વિરોધ કરનાર પ્રદર્શન કરનાર સામે પોલીસે ટીયર ગેસ અને પાણીની કેનનથી મારો કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન પશ્ચિમી શહેર કિસુમુમાં પણ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ વિસ્તારની સૌથી મોટી ઝૂપડપટ્ટી કિબેરામાં વિરોધ પ્રદર્શનકારીઓએ ટાયર સળગાવ્યું હતું. અહીં સુરક્ષાકર્મીઓ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચેઝપાઝપી થઈ હતી.
સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે વધતીજતી મોંઘવારીના કારણે અહીં સપ્તાહમાં બીજી વખત સરકાર સામે વિરોધ પ્રદર્શન થયા છે. રાજ્યના નૈરોબીમાં વિરોધ પ્રદર્શન થયા હતા ત્યાં વિપક્ષના નેતા રૈલા ઓડિંગા પણ પ્રદર્શનકારીઓ સાથે સામેલ થયા હતા.
ગયા સપ્તાહે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારે પોલીસે સંસદમાં ઓડિંગના જૂથ સંબંધિત સાંસદો સહિત ૨૦૦ લોકોથી વધુ લોકોની ધરપકડ કરી હતી.