સંસદમાં સતત ચાલી રહેલા વિરોધ અને આરોપ પ્રત્યારોપના હોબાળાની વચ્ચે આજે બન્ને ગૃહમાં અનેક મહત્વના બિલ રજૂ કરવામાં આવશે. લોકસભામાં આજે કોમ્પિટિશન સુધારા બિલ ૨૦૨૨ અને બાયોડાઇવર્સિટી એમેડમેન્ટ સુધારા બિલ ૨૦૨૨ ને પસાર કરવા માટે યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. તો રાજ્યસભામાં બે મહત્વપૂર્ણ બિલને ગૃહમાં પસાર કરવા માટે યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં બંધારણમાં સંશોધન સંબંધિત પાંચમા અને બીજા બિલને પણ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. બંધારણના બે સંશોધનોથી છતીસગઢ અને હિમાચલ પ્રદેશમાં અનુસુચિત જાતિની યાદીમાં સુધારાનો મુદ્દો સામેલ છે. ઉલ્લેખનિય છે કે લોકસભા આ બંને બિલને પસાર કરી ચૂકી છે.
ગઈકાલે સંસદના બન્ને ગૃહોમાં આરોપ પ્રત્યારોપ વચ્ચે ભારે હોબાળો થયો હતો. જો કે રાજ્યસભા દ્વારા મોકલવામાં આવેલા સંશોધનોની સાથે નાણાંકિય વિધેયક પારિત કરવામાં આવ્યું. સાથે જ સંસદમાં બજેટ ૨૦૨૩ – ૨૪ પણ પારિત થઈ ગયું.