મુસ્લિમ ધર્મમાં મક્કા મદીના ખૂબ જ પવિત્ર સ્થળ છે. દર વર્ષે લાખો લોકો અહીં જાય છે. સાઉદી રાજ્ય મીડિયાએ જણાવ્યું છે કે, યાત્રીઓને પવિત્ર શહેર મક્કા લઇ જઈ રહેલી એક બસ સોમવારે ( ૨૭ માર્ચ ) એક પુલ સાથે અથડાઈ હતી. અથડામણ બાદ બસમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ૨૦ લોકોના મોત થયા છે અને બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.
અકસ્માતમાં મૃત્યુઆંક ૨૦ પર પહોંચી ગયો છે અને ઈજાગ્રસ્તોની કુલ સંખ્યા લગભગ ૨૯ છે. રિપોર્ટ અનુસાર, બસ દુર્ઘટનામાં સામેલ પીડિત લોકો અલગ-અલગ દેશોના રહેવાસી છે. તેઓ કયા દેશના છે તે વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
બ્રિજ સાથે અથડાયા બાદ બસ પલટી મારી ગઈ હતી અને જોત જોતામાં બસમાં આગ લાગી હતી. આપને જણાવી દઈએ કે, મદીનામાં વર્ષ ૨૦૧૯ ના ઓક્ટોબરમાં એક સર્જાયો હતો, જેમાં લગભગ ૩૫ લોકોના મોત થયા હતા અને ૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.