અન્ય રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
માધવપુર ખાતે યોજાતા મેળાનો આવતીકાલથી આરંભ થશે. પ્રથમ વખત પબ્લિક માટે સેન્ટ્રલ એસી ડોમ બનાવાશે. આવતીકાલે માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના લગ્ન તથા લોકમેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ લોકમેળામાં અન્ય રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આવતીકાલે સાંજે ૦૬:૦૦ વાગ્યે મેળાનું ઉદઘાટન કરવામાં આવશે. મેળામાં માનવમેદની ઉમટી પડશે, જેને ધ્યાને રાખી તંત્ર દ્વારા મેળામાં આવતા લોકો માટે પીવાના પાણીની તથા મોબાઈલ ટોઇલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે. ફાયર ફાઇટર, મેડિકલ સ્ટાફ સ્થળ પર ફરજ બજાવશે. માધવપુરના મેળામાં ૮ રાજ્યોની ૧૬ ટીમના ૨૪૯ કલાકારો તથા સ્થાનિક કલાકારો વિવિધ કાર્યક્રમો રજૂ કરશે.