વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઓસ્કાર વિજેતા નિર્માતા ગુનીત મોંગા અને દિગ્દર્શક કાર્તિકી ગોન્સાલ્વેસને મળ્યા હતા. ગુનીત મોંગા અને કાર્તિકીએ બનાવેલી ડોક્યુમેન્ટરી ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ એ ૯૫ માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટનો એવોર્ડ જીત્યો હતો.
પીએમ મોદીએ ટ્વિટર પર ગુનીત અને કાર્તિકી સાથેની તસવીરો પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ની સિનેમેટિક તેજસ્વીતા અને સફળતાએ વિશ્વનું ધ્યાન આકર્ષિત કરવાની સાથે સાથે પ્રશંસા પણ મેળવી છે. આજે મને તેની સાથે સંકળાયેલી શાનદાર ટીમને મળવાનો મોકો મળ્યો. તેઓએ ભારતને ખૂબ ગૌરવ અપાવ્યું છે.