ફિલિપાઈન્સમાં ૨૫૦ લોકોને લઈ જતી એક ફેરીમાં આગ લાગી હતી. જેમાં ૩૧ લોકોના મૃત્યુ થયા અનેક લોકો ગુમ થયા અને ઘણા લોકો દાઝી ગયા હતા. મૃતકોમાં ૩ બાળકોનો સમાવેશ થાય છે. દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી.
અનેક લોકો આગના ડરથી મહાસાગરમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ કોસ્ટગાર્ડ, નેવી, અન્ય બોટ તથા સ્થાનિક માછીમારોની મદદથી મોટાભાગના લોકોને બચાવી લેવાયા હતા.