૨૮ માર્ચના સૌભાગ્ય-સુખના દાતા દેવ ગુરુ બૃહસ્પતિ પોતાની રાશિ મીનમાં અસ્ત થઇ ગયો છે. આમ તો કોઇ પણ ગ્રહનો અસ્ત થવુ જ્યોતિષમાં સારુ માનવામાં આવતો નથી. પરંતુ ગુરુ એવો ગ્રહ છે જેનો અસ્ત બધા શુભ કાર્યોને રોકી લે છે. કારણ કે ગુરુના અસ્ત થવાથી ગ્રહની શક્તિ ક્ષીણ કરી દે છે અને તેના શુભ કાર્ય કરવાથી તેનુ અશુભ ફળ મળે છે. ગુરુ આવનારા ૨૭ એપ્રિલ સુધી અસ્ત રહેશે અને આ વચ્ચે ૨૨ એપ્રિલના રોજ ગુરુ ગોચર કરવા મેષ રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીએ ૨૭ એપ્રિલ સુધી આ સમય કઇ રાશિવાળાને સંભાળીને રહેવુ પડશે.
મેષ રાશિઃ
મેષ રાશિના જાતકોએ ગુરુના અસ્ત થવાથી જીવનમાં સુખની ઉણપ કરી શકે છે. કારણ વિના યાત્રા થઇ શકે છે. કોઇ નવા કાર્ય ના કરો કારણ કે નસીબનો સાથ નહીં મળે. તણાવ પરેશાન કરી શકે છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
સિંહ રાશિઃ
બૃહસ્પતિનું અસ્ત થવા પર સિંહ રાશિના જાતકોને પરેશાન કરશે. ઘરમાં ઝઘડા-વિવાદ થઇ શકશે. તમારા પરિવાર જનો સાથે સંબંધ બગડી શકે છે, તમને આળસ આવશે, એકાગ્રતા ઓછી થશે, લેણ-દેણને લઇને વિવાદ થઇ શકે છે. ધર્મ કર્મમાં મન નહીં લાગે.
કુંભ રાશિઃ
ગુરુના અસ્ત થવુ કુંભ રાશિના જાતકોને વધારે પરેશાન કરશે. એક તો આ રાશિ પર શનિની સાડા સાતી બીજા ચરણમાં ચાલી રહી છે. તેની પર ગુરુનું અસ્ત થવાથી ખર્ચમાં વધારો થશે. તમારી વાણીમાં કઠોરતા આવી શકે છે, તેનાથી પરિવારજનો સાથે વિવાદ પણ થઇ શકે છે. દુર્ઘટના થવાની આશંકા છે. હાલનો સમય અઘરો છે તેથી કોઇ ઇન્વેસમેન્ટ ના કરો. મહત્વપૂર્ણ કામ ૨૭ એપ્રિલ બાદ જ કરો.
અસ્ત ગુરુના દુષ્પ્રભાવથી બચાવાના ઉપાય
પોતાના માતા-પિતા, ગુરુનું સન્માન કરો, તેમની સેવા કરો, આશીર્વાદ લો, અપમાન ના કરો, કડવા શબ્દો ના બોલો.
અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે વિશ્વ સમાચાર આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.