વડોદરા પથ્થરમારો: અડધી રાતે ભારે કાફલા સાથે ઉતરી પોલીસ

વડોદરામાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારા મામલે પોલીસે એક્શન મોડમાં આવી તોફાની તત્વોને શોધી કાઢ્યા હતા. વાત જાણે એમ છે કે, ગઈકાલે રામનવમીએ શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસેને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જે બાદમાં ગઈકાલે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોબિંગ કર્યું છે. જેમાં પોલીસે ૨૦ શંકાસ્પદ તોફાનીઓને પકડી પાડયા છે.

વડોદરાની ઘટનાને લઈ ગૃહમંત્રીના કડક કાર્યવાહીના આદેશ બાદ પોલીસ અડધી રાતે ભારે કાફલા સાથે આ વિસ્તારમાં ઉતરી હતી. જેમાં પથ્થરમારો કરી ઘરોમાં છુપાયેલા તત્વોને શોધીને પકડ્યા હતા. મહત્વનું છે કે, ગઈકાલે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોબિંગ કર્યું હતું. જેમાં મહિલા પોલીસને સાથે રાખી ફતેપુરા, હાથીખાના વિસ્તારમાં કોબિંગ કરી ૨૦ શંકાસ્પદ તોફાનીઓને પોલીસે પકડી પાડવામાં આવ્યા છે.

વડોદરા પોલીસે રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો કરનાર ઇસમોને શોધી લેવા કવાયત શરૂ કરી હતી. જેમાં પથ્થરમારો કરી ઘરોમાં છુપાયેલા તત્વોને શોધીને પકડ્યા હતા. આ સાથે પોલીસે UP સ્ટાઈલમાં JCB મશીનો સાથે રાખી કામગીરી કરી હતી. આ સાથે તોફાની તત્વોને તંત્રએ ચેતવણી આપતા કહ્યું કે, “હવે તોફાનો કર્યા તો ખેર નથી”.

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં જે લોકોએ પથ્થરમારો કર્યો છે તે ઘટનાને હર્ષ સંઘવીએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. હર્ષ સંઘવીએ પથ્થરમારો કરનારાઓને ચેતવણી આપી હતી કે, રામનવમીની યાત્રામાં જે કોઈ લોકોએ પથ્થર નાંખ્યા છે તે ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહી તેવા કડક પગલા ભરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *