આજથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે ૨ રૂ.નો ભાવ વધારો

ગુજરાતની જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. વાત જાણે એમ છે કે, અમૂલ  દૂધની વિવિધ વેરાઇટીઓમાં પ્રતિલિટરે ૨ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અમૂલે છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. મહત્વનું છે કે, અમૂલની ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાન્ડમાં પ્રતિલિટરે ૨ રૂપિયાનો વધારો કરાયો છે.

અમૂલ દૂધમાં પ્રતિ લિટરે ૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ ભાવવધારો અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા-આણંદ, નર્મદા સહિતના સમગ્ર રાજ્યમાં લાગુ પડશે. આ સાથે આ ભાવવધારો આજ થી જ એટલે કે ૧ લી એપ્રિલથી જ  લાગુ કરાયો છે.

    બ્રાન્ડ      જૂનો ભાવ (રૂ. / ૫૦૦મિલી)    નવો ભાવ (રૂ. / ૫૦૦ મિલી)
 અમૂલ ગોલ્ડ (૫૦૦ મિલી)                             ૩૧                           ૩૨
 અમૂલ શક્તિ (૫૦૦ મિલી)                             ૨૮                           ૨૯
 અમૂલ ગાય (૫૦૦ મિલી)                             ૨૬                           ૨૭
 અમૂલ તાઝા (૫૦૦ મિલી)                             ૨૫                           ૨૬
 અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ                             ૨૨                           ૨૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *