અમદાવાદ સિવિલ હોસ્પિટલની નવતર પહેલ, આજ થી દર્દીઓના ફોલો અપ માટે SMS સેવા શરૂ કરાશે

ઓ.પી.ડી.ની  સેવા  લીધા બાદ નિદાન અર્થે ફોલોપમાં આવવા માટે SMS થી જાણ કરાશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧ એપ્રિલ અટલેકે આજથી દર્દીઓના હિતાર્થે નવતર પહેલ હાથ ધરવામાં આવી રહી છે. જેના અંતર્ગત હોસ્પિટલમાં નિદાન અને સારવાર અર્થે આવતા દર્દીઓ એક વખત ડોક્ટરની મુલાકાત લીધા બાદ ફરી વખત તપાસ માટે આવવા  તેઓને SMS કરીને જાણ કરવામાં આવશે. વધુમાં દર્દીઓએ ફરી વખત હોસ્પિટલમાં આવતી વેળાએ આગળની સારવારના કાગળ ઓપીડી વિભાગમાં સવારે ૦૮:૩૦ કલાકે બતાવવાના રહેશે.

સિવિલ હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટ  ડૉ. રાકેશ જોશી એ જણાવ્યું છે કે , દર્દીઓને સત્વરે અને સરળતાથી શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ બને તે માટે દર્દીઓના સુખાકારીમાં વધારો કરતી પહેલ હાથ ધરવામાં આવી છે.સમગ્ર દેશમાં જ્યારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગુડ ગવર્નન્સ અને એમ ગવર્નન્સના અભિગમ સાથે સરકારી સેવાઓને સરળ બનાવવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર પ્રક્રિયા ને અનુસરીને સિવિલ હોસ્પિટલે પણ આ ડિજિટલ અભિગમ અપનાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *