પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાલુ નાણાકીય વર્ષમાં સરકારી ઇ-માર્કેટપ્લેસ GeMએ રૂ. ૨ લાખ કરોડના ગ્રોસ બિઝનેસ વેલ્યુને વટાવી જવાપર ખુશી વ્યક્ત કરી છે. એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી કહ્યું કે GeM ભારતના લોકોની ઊર્જા અને સાહસને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે GeM દ્વારા ઘણા નાગરિકો માટે સમૃદ્ધિ અને વધુ સારા બજારો સુનિશ્ચિત થયા છે.
અગાઉ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કર્યું હતું કે પારદર્શક ખરીદી સુનિશ્ચિત કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી GeM ખરીદદારો અને વેચાણકર્તાઓ માટે વિશ્વસનીય પ્લેટફોર્મ તરીકે ઉભરી રહ્યું છે. GeM પાસે ૬૬,૦૦૦ થી વધુ સરકારી ખરીદકર્તા સંસ્થાઓ અને ૬૦ લાખથી વધુ વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ છે જે વિવિધ પ્રકારના સામાન અને સેવાઓ પ્રદાન કરે છે.