સુદાનમાં ખાણ ધસી પડવાની ઘટનામાં ૧૪ લોકો માર્યા ગયા છે. ૨૦ લોકો ઘાયલ થયા છે.
સુદાન મિનરલ રીસોર્સીસ કંપનીના વરિષ્ઠ અધિકારીઓ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, હાલ્ફા શહેરથી ૭૦ કિ.મી. દૂર અલ જબલ અલ અરમર ખાણ પાસે પહાડનો એક મોટો ભાગ તૂટી પડતા આ દુર્ધટના સર્જાઇ હતી.
આ ઘટના વખતે સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે, ખાણકામ કરી રહેલા લોકો ભારે મશીનરીથી ખોદકામ કરી રહ્યા હતા જેને કારણે પહાડનો કેટલોક ભાગ તૂટી પડયો હતો અને આ દુર્ઘટના સર્જાઇ હતી.