રાજ્યમાં રોડ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. આજે પાટણમાં કમકમાટી ભર્યા અકસ્માત સર્જાયું છે. પાટણના સમી નજીક પિકઅપ ડાલા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં રાધનપુરના ખેડૂતનું મોત થયું છે.
પાટણના સમી નજીક પિકઅપ ડાલા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં રાધનપુરના ખેડૂત દશરથજી ઠાકોરનું મોત થયું છે. ઉંઝા માર્કેટયાર્ડમાં ખેત પેદાશનું વેચાણ કરવા પહોંચેલા ખેડૂતનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે.પરિવારમાં આક્રંદ છવાયો છે