છેલ્લા કેટલાય સમયથી સોનાના ભાવમાં આગ ઝરતી તેજી વચ્ચે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સોનાની તોલા દીઠ કિંમત ૫૯,૦૦૦ રૂપિયાથી સુધી રહેવા પામી હતી. તો ચાંદીની કિંમત ૧ કિલો દીઠ ૭૧,૦૦૦ રૂપિયા રહી હતી. રાષ્ટ્રીય સ્તરે શુદ્ધ સોનું એટલે કે ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામની કિંમત કિંમત ૫૯,૨૫૧ રૂપિયા રહી હતી. જ્યારે શુદ્ધની ચાંદી કિલો દીઠ કિંમત ૭૧,૧૭૩ રૂપિયા રહી હતી.
ઇન્ડિયા બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના આંકડા મુજબ શુક્રવારે સાંજે ૨૪ કેરેટ સોનાની કિંમત ૫૯,૭૫૧ રૂપિયા તોલા દીઠ જોવા મળી હતી. જેમાં આજે ઘટાડો નોંધાયો હતો અને આજે સવારે આ ભાવ ૫૯,૨૫૧ રૂપિયા પર સ્થિર થયા હતા. બીજી બાજુ ચાંદી પણ સસ્તી થઈ હતી. પરિણામે સોના ચાંદી ખરીદવા માંગતા લોકો માટે હાલની સ્થિતિએ આ ગોલ્ડન કાળ હોય તેવું લાગી રહ્યું છે.
સોના ચાંદીનાં ભાવ અંગે સત્તાવાર વેબસાઇટ ibjarates.com માં જણાવ્યા અનુસાર ૯૯૫ શુદ્ધતાના ૧૦ ગ્રામ એટલે કે એક તોલા સોનાની કિંમત ૫૯,૦૧૪ રૂપિયા સુધી સ્થિર થઈ હતી. તે જ રીતે, ૯૧૬ શુદ્ધતાનું સોનું તોલા દીઠ ૫૪,૨૭૪ રૂપિયાએ પહોચ્યું હતું. આ સિવાય ૭૫૦ શુદ્ધતાના સોનાનો ભાવ ઘટીને ૪૪,૪૩૮ થઈ ગયો છે અને 585 શુદ્ધતા ધરાવતું સોનું રૂ.૩૪,૬૬૨ સુધી પહોચી ગયું હતું. બીજી બાજુ આ ઉપરાંત ૯૯૯ શુદ્ધતાની એક કિલો ચાંદીનો ભાવ આજે ૭૧,૧૭૩ રૂપિયા નોંધાયો હતો.