દ્વીપક્ષીય સંબધો મજબુત કરવા અંગે થશે ચર્ચા
ભૂતાન નરેશ ખેસર નામગ્યાલ વાંગચુક ભારતના ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે છે. તેઓ ભારત સાથે ઘનિષ્ટ સંબંધોને વધુ મજબુત બનાવવા માટે આવ્યાં છે.
તેઓ આજે પ્રવાસના બીજા દિવસે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ગઇકાલે સાંજે વિદેશમંત્રી એસ.જયશંકરે ભૂતાન નરેશ સાથે મુલાકાત કરી હતી. વિદેશમંત્રીએ ટ્વીટમાં ભૂતાનનું ભવિષ્ય અને ભારત સાથે ભાગીદારીને મજબુત કરવા માટે ભૂતાન નરેશના દ્રષ્ટીકોણની પ્રશંસા કરી હતી.