આગામી ૯ એપ્રિલના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા સુચારૂ રૂપે લેવાય તે માટે સરકાર સજજ બની છે.
પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાત પંચાયત પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા સમગ્ર રાજયના તમામ જિલ્લાઓના કલેકટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી વગેરે જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પરીક્ષાઓની તૈયારીઓને લઇને,, સમીક્ષા કરવાની સાથે, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અંગેના સુચનો કર્યા હતા. ખાસ કરીને જુનિયર ક્લાર્ક પરીક્ષાના, પરીક્ષા કેન્દ્ર શોધવામાં કોઈ મુશ્કેલી હોય,, તો આ અંગે માહિતી આપવા માટે, ૨ રાજ્ય હેલ્પલાઈન નંબર જાહેર કર્યા હતા. આ ઉપરાંત, જુનિયર ક્લાર્કની પરીક્ષામાં આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવામાં સરળતા રહે તે માટે ST નિગમ દ્વારા ૬,૦૦૦જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ગુજરાત પંચાયત પસંદગી મંડળના ઈનચાર્જ અધ્યક્ષે જણાવ્યું છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ થાય ત્યાં સુધી જ પોતાની બેન્ક ડિટેલ ભરી શકશે જ્યારે કોલ લેટર ડાઉનલોડ થવાનું બંધ થશે પછી બેન્ક Detail ભરી શકશે નહી.