પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આંતરરાષ્ટ્રીય સંમેલન માટે એક વીડિયો સંદેશ પાઠવ્યો હતો.
નવી દિલ્હીમાં આયોજીત આ સંમેલનમાં તેમણે વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, સોશ્યલ અને ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર પણ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર જેટલુ મહત્વનું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, દરેક દેશ પ્રાકૃતિક મુશ્કેલીઓનો સામનો કરે છે. તેમણે દરેક મુશ્કેલીના ઉકેલ માટે દરેક દેશોને એકજુથ થવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ૪૦ દેશો CDRI માં સામેલ થયા છે. તેમણે કહ્યું હતું કે, આ ફોરમમાં મોટા અને નાના દેશો, ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથ એકજુથ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જી – ૨૦ પ્રેસિડન્સીની મદદથી ભારત વિશ્વને એકજુથ કરશે. જી – ૨૦ ના પ્રમુખ તરીકે ભારતે CDRI ને વિવિધ વર્કિગ ગૃપમાં જોડ્યું છે. જેમાંથી અનેક નિરાકરણો બહાર આવશે.