ભારત અને પાકિસ્તાને નવ વર્ષની વાટાઘાટો બાદ ૧૯૬૦ માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ પર હસ્તાક્ષર કરનારાઓમાં બન્ને દેશ ઉપરાંત વિશ્વ બેંક પણ સામેલ હતી. ભારતે પાકિસ્તાનને સપ્ટેમ્બર ૧૯૬૦ની સિંધુ જળ સંધિમાં સુધારા માટે, ગત ૨૫ જાન્યુઆરીએ નોટિસ મોકલી હતી.
ભારતે ફરી એકવાર પાકિસ્તાન ના અભિમાનને ચકનાચૂર કર્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું હતું કે, પાકિસ્તાને ૬૨ વર્ષ જૂની સિંધુ જળ સંધિની સમીક્ષા અને સંશોધનને લઈને બે મહિના પહેલા મોકલેલી નોટિસનો જવાબ આપ્યો છે. બાગચીએ કહ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ૩ એપ્રિલે એક પત્ર મોકલ્યો છે, જે સિંધુ જળ કમિશનરે તેમના ભારતીય સમકક્ષને લખ્યો છે. પ્રવક્તાએ કહ્યું કે અમે આ પત્રની તપાસ કરી રહ્યા છીએ અને અમારા પક્ષકારો સાથે ચર્ચા કરીશું.
ભારત અને પાકિસ્તાને નવ વર્ષની વાટાઘાટો બાદ ૧૯૬૦ માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ પર હસ્તાક્ષર કરનારાઓમાં વિશ્વ બેંક પણ સામેલ હતી. ભારતે તેમને સપ્ટેમ્બર ૧૯૬૦ ની સિંધુ જળ સંધિમાં સુધારા માટે ૨૫ જાન્યુઆરીએ નોટિસ મોકલી હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે પુષ્ટિ કરી કે તેણે સિંધુ જળ સંધિ પર ભારતના પત્રનો જવાબ આપ્યો છે. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાન સંધિને લાગુ કરવા અને તેની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, તેણે પોતાના પત્રમાં કહ્યું છે કે આ સંધિને લઈને ભારતને જે પણ ચિંતા છે, તે તેના પર ધ્યાન આપવા તૈયાર છે.
આ સંધિ અનુસાર, ભારત સિંધુ નદીઓના પાણીનો ઉપયોગ કોઈપણ પ્રતિબંધ વિના કરી શકે છે. ભારત સંબંધિત જોગવાઈઓ હેઠળ, તેને (ભારત) રાવી, સતલજ અને બિયાસ નદીઓના પાણીના વહન, વીજળી અને કૃષિ માટે ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
કિશનગંગા અને રાતલે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત મુદ્દા પર મતભેદોના નિરાકરણ પર પાકિસ્તાનના જિદ્દી વલણને ધ્યાનમાં રાખીને ભારતે આ નોટિસ મોકલી છે. ભારતે સિંધુ જળ સંધિની કલમ ૧૨ (૩)ની જોગવાઈઓ હેઠળ આ નોટિસ મોકલી હતી.