અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનાખોરી અટકાવવા પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. શહેરના ૨૦૦ સ્થળોએ કેમેરા ફીટ કરીને ૮૦ લાખ શહેરીજનો પર ચાંપતી નજર રખાશે.
અમદાવાદ શહેરમાં ગુનાખોરી સતત વધી રહી છે. શહેરમાં લૂંટારુ, તસ્કરો તેમજ સ્નેચરોને પોલીસનો કોઈ ડર ના હોય તેવું લાગી રહ્યું છે. રાહદારીઓને છરી બતાવીને લૂંટી લેવાના તેમજ રાતે ચોરી થવાની સંખ્યાબંધ ઘટનાઓ અમદાવાદમાં ઘટી રહી છે. ગુનેગારોને રોકવા માટે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ એક્શન પ્લાન બનાવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચે પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. ગુનાખોરી અટકાવવા માટે શહેરના ૨૦૦ સ્થળ પર CCTV કેમેરા લગાવવામાં આવશે. જેના દ્વારા ૮૦ લાખ શહેરીજનો પર ચાંપતી નજર રાખવામાં આવશે. એડવાન્સ સિસ્ટમ સાથે ગુના અટકાવવા માટે કામગીરી કરવામાં આવશે.
સીસીટીવી કેમેરાથી શંકાસ્પદ વ્યક્તિનો ફોટો સ્કેન કરતા વિસ્યુલ મળશે. કેમેરામાં કેદ થયેલા શંકાસ્પદ વ્યક્તિના છેલ્લા ૧૦ દિવસના વિસ્યુલ મળશે. શંકાસ્પદ વ્યક્તિઓને વિસ્યુલની મદદથી ઓળખી શકાશે. શહેરના ૨૦૦ સ્થળે અંદાજે ૩ કરોડના ખર્ચ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી કરાશે. એડવાન્સ સિસ્ટમમાં ગુનેગારોની તમામ માહિતી પણ એડ કરાશે.
અત્યારે શહેરમાં ૧૪૮૭ જેટલા CCTV કાર્યરત છે. ત્યારે ચેન સ્નેચિંગ લૂંટ અને અકસ્માતના બનાવોમાં CCTV આરોપી સુધી પહોંચવાનું અગત્યનું પગેરું હોય છે. CCTVના અભાવે આરોપી સુધી પહોંચવામાં નિસફળતા મળે છે. અને તેને જ લઈને હવે અમદાવાદ શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ ભીડભાળવાળા વિસ્તાર તેમજ સંભવિત અકસ્માતના વિસ્તારોમાં ૩,૦૦૦ CCTV નું નેટવર્ક ગોઠવવામાં આવશે. જેના થકી ગુનેગારો પર ચાંપતી નજર રાખી શકાશે.