રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી ૧૧ અને ૧૨ એપ્રિલ બે દિવસ માવઠાની આગાહી કરી છે. ૧૧ એપ્રિલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ૧૨ એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
જોકે, આગામી પાંચ દિવસ રાજ્યમાં ૪૦ ડિગ્રીને આસપાસ તાપમાન પહોંચી શકે છે. પવનની દિશા બદલવાના કારણે તાપમાન ૨ થી ૩ ડિગ્રી વધી શકે છે.