NCP નેતા અજિત પવારે ચૂંટણીમાં EVMના ઉપયોગનું સમર્થન કર્યું છે. આ સાથે પવારે કહ્યું કે, મને EVMમાં પૂરો વિશ્વાસ છે. એક વ્યક્તિ EVM સાથે છેડછાડ કરી શકતી નથી, તે એક મોટી સિસ્ટમ છે. હારેલી પાર્ટી EVMને દોષ આપે છે, પરંતુ તે લોકોનો આદેશ છે. વાત જાણે એમ છે કે, જ્યારે NCP નેતાને પૂછવામાં આવ્યું હતું કે,MVAમાં સામેલ શિવસેના (ઉદ્ધવ)ના મુખપત્ર સામનામાં EVMને નિશાન બનાવવામાં આવ્યા છે. સામનામાં તેમણે કેન્દ્ર સરકારને બાંગ્લાદેશની જેમ ઈવીએમને બદલે બેલેટ બોક્સ દ્વારા ચૂંટણી કરાવવાનો પડકાર ફેંક્યો હતો. આ અંગે અજિત પવારે કહ્યું કે મને અંગત રીતે ઈવીએમમાં પૂરો વિશ્વાસ છે.