યુક્રેનના વિદેશ બાબતોના નાયબ મંત્રી એમિન ઝાપારોવા આજે ચાર દિવસની ભારતની મુલાકાતે છે
મુલાકાત દરમિયાન, ઝાપારોવા વિદેશ મંત્રાલયમાં સચિવ સંજય વર્મા સાથે વાતચીત કરી. બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધો પર અને પરસ્પરહિતના વૈશ્વિક મુદ્દાઓ ચર્ચા કરી તેમજ તેમણે જણાવ્યું કે વૈશ્વિક ખેલાડીના રૂપમાં ભારત ખરેખર વિશ્વના વિશ્વગુરુ તરીકે ઊભરી આવ્યો છે. યુક્રેન ભારતને તેના આર્થિક સંબંધોના સંદર્ભમાં કોઈપણ રીતે નિર્દેશ આપી શકતા નથી. અમારું માનવું છે કે ભારતે તેના સંસાધનોને માત્ર ઊર્જા ક્ષેત્રે જ નહીં પરંતુ તેની સૈન્ય ક્ષેત્રે પણ વૈવિધ્યીકરણ કરવું જોઈએ.
ઝાપારોવા વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી સાથે પણ મુલાકાત કરશે અને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસરીને પણ મળશે. ભારત યુક્રેન સાથે ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો અને બહુપક્ષીય સહયોગ ધરાવે છે. રાજદ્વારી સંબંધોની સ્થાપનાના છેલ્લા ૩૦ વર્ષોમાં, બંને દેશો વચ્ચે વેપાર, શિક્ષણ, સંસ્કૃતિ અને સંરક્ષણના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.