અવકાશના ઈતિહાસમાં એપ્રિલ મહિનાનું વિશેષ મહત્વ છે. કેમકે આ મહિનામાં જ પ્રથમ માણસ અવકાશમાં ગયો હતો તેમજ પ્રથમ ભારતીય પણ. જેમાંથી પહેલી ઘટના ૧૨ એપ્રિલના રોજ થઈ હતી. તે ૧૨ એપ્રિલ ૧૯૬૧ ના રોજ હતું કે સોવિયેત નાગરિક યુરી ગાગરીને અવકાશમાંથી પાછા ફરનાર પ્રથમ વ્યક્તિ બનીને ઇતિહાસ રચી દિધો હતો. મહત્વનું છે કે આ ઘટનાને અશક્યને શક્ય બનાવનારી ઘટના તરીકે ગણવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સ દર વર્ષે આ દિવસને ઈન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન સ્પેસ ફ્લાઈટ તરીકે ઉજવી રહ્યું છે.
યુનાઇટેડ નેશન્સ ઠરાવ
સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ ઠરાવ A/RES/૬૫/૨૭૧ દ્વારા ૭ એપ્રિલ ૨૦૧૧ ના રોજ ૧૨ એપ્રિલને માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જે અવકાશમાં માનવ યુગની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે. તે લોકો અને રાજ્યોની સુખાકારી વધારવા અને ટકાઉ વિકાસના ધ્યેયો અને બાહ્ય અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગ જેવા સંયુક્ત રાષ્ટ્રના ઉદ્દેશ્યોને હાંસલ કરવા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અવકાશના મહત્વપૂર્ણ યોગદાનનો પુનરોચ્ચાર કરે છે.