પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦ એપ્રિલના રોજ પ્રથમ વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલનનું ઉદ્‌ઘાટન કરશે

કેન્દ્ર સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ અનેક કાર્યક્રમો, સ્મૃતિ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦ એપ્રિલના રોજ નવી દિલ્હીમાં પ્રથમ ગ્લોબલ બૌદ્ધ સમિટનું ઉદ્‌ઘાટન કરશે. સંસ્કૃતિ મંત્રાલય પોતાની અનુદાનિત સંસ્થા ઈન્ટરનેશનલ બૌદ્ધ કોન્ફેડરેશન (આઈબીસી)ના સહયોગથી ૨૦-૨૧ એપ્રિલના રોજ અશોક હૉટલમાં ગ્લોબલ બૌદ્ધ સમિટ (જીબીએસ)નું આયોજન કરશે. કેન્દ્ર સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ અનેક કાર્યક્રમો, સ્મૃતિ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે અને કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે, ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય વૈશ્વિક બૌદ્ધ સમિટનું આયોજન કરવામાં આવશે.

પ્રથમ વખત વિવિધ દેશોના અગ્રણી બૌદ્ધ ભિક્ષુઓ ભારતની મુલાકાત લેશે અને સમિટમાં ભાગ લેશે. સમિટમાં બૌદ્ધ તત્ત્વજ્ઞાન અને વિચારોની મદદથી સમકાલીન પડકારોનો સામનો કેવી રીતે કરવો તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ વૈશ્વિક શિખર સંમેલન બૌદ્ધ ધર્મમાં ભારતનું મહત્ત્વ અને અગત્યતા દર્શાવશે. બૌદ્ધ ધર્મનો જન્મ ભારતમાં થયો હતો. બે દિવસીય ગ્લોબલ બૌદ્ધ સમિટનો વિષય “સમકાલીન પડકારોને પ્રતિસાદ: ફિલોસોફી ટુ પ્રેક્ટિસ” છે. આ વૈશ્વિક સમિટ અન્ય દેશો સાથે સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધોને વધારવાનું પણ એક માધ્યમ બનશે. કેન્દ્રીય મંત્રીએ ખુલાસો કર્યો કે, આ સમિટમાં લગભગ ૩૦ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે અને વિદેશના લગભગ ૧૭૧ પ્રતિનિધિઓ અને ભારતીય બૌદ્ધ સંગઠનોના ૧૫૦ પ્રતિનિધિઓ ભાગ લેશે. આ સંમેલનમાં દુનિયાભરના જાણીતા વિદ્વાનો, સંઘના નેતાઓ અને ધર્માધ્યક્ષકો ભાગ લઈ રહ્યા છે. તેમાં ૧૭૩ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ છે, જેમાં ૮૪ સંઘના સભ્યો અને ૧૫૧ ભારતીય પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે, જેમાં ૪૬ સંઘના સભ્યો, ૪૦ સાધ્વીઓ અને ૬૫ દિલ્હીની બહારથી આવેલા સંસારી લોકો છે. NCR ક્ષેત્રના લગભગ ૨૦૦ વ્યક્તિઓ પણ આ સંમેલનમાં ભાગ લેશે. જેમાં વિદેશી દૂતાવાસોના ૩૦ થી વધુ રાજદૂતોનો સમાવેશ થાય છે.

આ ચર્ચાઓ નીચેના ચાર વિષયો હેઠળ થશેઃ

  • બુદ્ધ ધમ્મ અને શાંતિ
  • બુદ્ધ મ્માઃ પર્યાવરણીય સંકટ, સ્વાસ્થ્ય અને ટકાઉપણું
  • નાલંદા બૌદ્ધ પરંપરાનું સંરક્ષણ

બુદ્ધ ધમ્મ યાત્રાધામ, જીવંત વારસો અને બુદ્ધના અવશેષો: દક્ષિણ, દક્ષિણપૂર્વ અને પૂર્વ એશિયાના દેશો સાથે ભારતનાં સદીઓ જૂનાં સાંસ્કૃતિક જોડાણોનો એક સ્થિતિસ્થાપક પાયો છે. વિયેતનામ બૌદ્ધ સંઘના સર્વોચ્ચ વડા પરમ પૂજ્ય થિચ ત્રિ કુઆંગ અને પ્રો. રોબર્ટ થર્મન દ્વારા અનુક્રમે સંઘ અને શૈક્ષણિક સત્રો માટે બે મુખ્ય ભાષણો આપવામાં આવશે. ભારતમાં ઉદ્‌ભવેલી ધાર્મિક પરંપરાઓ ‘પ્રાચીન ધર્મ, શાશ્વત જીવનશૈલી’નો એક અભિન્ન ભાગ છે. આ શિખર સંમેલનનો મુખ્ય દ્રષ્ટિકોણ શાક્યમુનિ બુદ્ધના ઉપદેશો પર વિચાર કરવાનો છે, જે બુદ્ધ ધમ્મનાં આચરણથી સદીઓથી સતત સમૃદ્ધ થયા છે. ઉદ્દેશ સામાન્ય બૌદ્ધ વિદ્વાનો અને ધર્મ સંચાલકો માટે એક મંચની સ્થાપના કરવાનો છે. તે ધર્મનાં મૂળ મૂલ્યો અનુસાર સાર્વત્રિક શાંતિ અને સંવાદિતા તરફ કામ કરવાના ઉદ્દેશ સાથે બુદ્ધના શાંતિ, કરૂણા અને સંવાદિતા માટેના સંદેશની પણ શોધ કરશે અને વૈશ્વિક મંચ પર આંતરરાષ્ટ્રીય સંબંધોનાં સંચાલન માટે એક સાધન તરીકે ઉપયોગ માટે તેની વ્યવહારિકતાનો અભ્યાસ કરવા માટે વધુ શૈક્ષણિક સંશોધન માટે એક દસ્તાવેજ તૈયાર કરશે. જીબીએસ-2023 એ બૌદ્ધ અને સાર્વત્રિક ચિંતાઓની બાબતો પર વૈશ્વિક બૌદ્ધ ધમ્મ નેતૃત્વ અને વિદ્વાનોને જોડવા અને તેમને સામૂહિક રીતે ઉકેલવા માટે નીતિગત વિધારો સાથે આવવાનો સમાન પ્રયાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *