ગુજરાતમાં આજે કોરોનાના ૩૦૪ કેસ નોંધાયા છે. જ્યારે બીજી તરફ ૩,૭૦,૧૮૯ દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ ૨૧૪૯ એક્ટીવ કેસ છે. જેમાંથી ૦૬ દર્દીઓ વેન્ટીલેટર પર અને ૨૧૪૩ દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૧૦૭૨ દર્દીઓના મૃત્યુ થયા છે. આજે ગુજરાતમાં ૬૪૩ લોકોનું રશીકરણ કરવામાં આવ્યું.
થોડાસમયથી સતત વધી રહેલા કોરોનાના કેસોએ ગુજરાત સરકારની ચિતામાં વધારો કર્યો છે. આજના દિવસે નોંધાયેલા કોરોનાના કેસોની સંખ્યાની જો વાત કરવામાં આવે તો, અમાદાવાદમાં ૯૧, સુરતમાં ૪૨, રાજકોટમાં ૧૨, વડોદરામાં ૩૪, ગાંધીનગરમાં ૧૯, અમરેલીમાં ૦૯, મહેસાણામાં ૧૯, વલસાડમાં ૧૪, ભરુચમાં ૧૦ અને સાબરકાંઠામાં ૧૦ કેસ નોંધાયા છે. જ્યારે પાટણમાં ૦૯ કેસ નોંધાયા છે. તો બીજી તરફ બનાસકાંઠામાં અને મોરબીમાં ૫ – ૫ કેસ નોંધાયા છે. જ્યારે આ આણંદમાં ૪ કેસ નોંધાયા છે. તો બીજી તરફ બોટાદ, ગીર સોમનાથ અને નવસારીમાં ૩ – ૩ કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ, નર્મદા, સુરેન્દ્રનગર અને તાપીમાં ૨ – ૨ કેસ નોંધાયા છે. જામનગર અને ભાવનગરમાં ૧ – ૧ કેસ નોંધાયા છે.