રાહુલ ગાંધી માનહાની કેસમાં સજા મામલે મોટા સમાચાર

રાહુલ ગાંધીને માનહાની કેસમાં સજા મામલે આજે સુરત કોર્ટ  ચુકાદો આપી શકે છે. સુરતની સેશન્સ કોર્ટ આજે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ‘મોદી સરનેમ’ ટિપ્પણી બદલ તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવાની અરજી પર પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. આ કેસમાં સુરતની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.

સુરત સેશન્સ કોર્ટ બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધીમાં ચુકાદો સંભળાવી શકે છે. આ કેસમાં કોર્ટે કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા સંભળાવી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અને ફરિયાદી પૂર્ણેશ મોદીએ આ જ કોર્ટમાં અગાઉ દાખલ કરેલા તેમના જવાબમાં રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ નેતા “પુનરાવર્તિત અપરાધી” છે અને તેના પર અપમાનજનક નિવેદનો કરવાનો આરોપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *