અમદાવાદમાં રખડતા ઢોર મામલે મહત્વના સમાચાર

અમદાવાદ મહાનગરપાલિકાએ રખડતા ઢોર માટેની નવી પોલિસીની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરને પરત મોકલી છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક પોલિસી તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ગત સેન્ડિંગ કમિટીમાં આ માટેની દરખાસ્ત લાવવામાં આવી હતી. જે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવી ન હતી. પરિણામે તેની અમલવારી પર બ્રેક લાગી છે.જેથી તંત્રએ પાછીપાની કરી છે.

મ્યુ કમિશનર રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ કરશે ફેરફાર

આજે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં બીજી વખત આ કામ લાવવામાં આવ્યું અને તે પણ મંજુર કરવાની બદલે પરત મોકલવામાં આવ્યું છે. રખડતા ઢોર માટેની પોલીસી માટેની દરખાસ્ત કમિશનરને પરત મોકલવામાં આવી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે આ દરખાસ્તમાં હજુ કયા સુધારા વધારા થઈ શકે છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. સરકાર સાથે પણ ચર્ચા કરવામાં આવશે અને આથી જ આ કામ પરત મોકલવામાં આવ્યું છે. આમ જે રીતે કોર્પોરેશનના સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલીસીનું કામ પરત મોકલવામાં આવ્યું છે તે જોતા એવું કહી શકાય કે હજુ પોલિસીના અમલીકરણને લાંબો સમય વીતી જાય તેમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે રખડતાં ઢોર મામલે લાયસન્સ, ફરજિયાત પરમીટ સહિતના અનેક નિયમો લાગુ કરાયા હતા.

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ એમસી એ નવી ઢોર પોલીસી જાહેર કરી હતી. જેમાં ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવા જણાવાયું હતું. વધુમાં લાયસન્સ અને પરમીટ માટે ચાર્જ લગાવાયો હતો અને વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા ૨૦૦૦ તથા પરમીટ રકમ માટે રૂપિયા ૫૦૦ ભરવા સહિતના નિયમો બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *