રાજયમાં ધાર્મિક સરઘસમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો.
શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં ધાર્મિક સરઘસોને લઇને સોગંદનામું રજૂ કર્યું હતું. ધાર્મિક સરઘસ પર ડ્રોન, સીસીટીવી અને બોડી કેમેરાથી નજર રહેશે. સંવેદનશીલ સ્થાનો પર વધુ બંદોબસ્ત સાથે સ્થાનિક પોલીસને વધુ સત્તા આપવામાં આવશે. ધાર્મિક તહેવારોનું કેલેન્ડર પ્રમાણે આખા વર્ષનો રૂટ અને મેપ તૈયાર કરાશે. શાંતિ અને સલામતી જાળવી રાખવા તમામ પગલા લેવા હાઇકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા હતા. કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા કે, શાંતિ અને સલામતી જાળવવા જરૂરી તમામ પગલા લેવા. રાજ્યમાં ધાર્મિક સરઘસોમાં વિડિયોગ્રાફી અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની માંગ કરતી અરજી પર સુનાવણી કરાઇ હતી. AIMIM ના હોદ્દેદાર એવા અરજદારે પણ રાજ્ય સરકારે લીધેલા પગલાંને બિરદાવ્યા અને સરકારે યોગ્ય કાર્યવાહી કરી હોવાનું કોર્ટમાં સ્વીકાર્યું હતું.