લોકો ઇદ પ્રસંગે એકબીજાને મુબારકબાદી આપી રહ્યા છે.
ભારત સહિત વિશ્વભરમાં આજે ઇદ-ઉલ-ફિત્રની ઊજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે રમજાન મહિનાની સમાપ્તિ થાય છે. આજે મસ્જિદ અને ઇદગાહોમાં નમાજ અદા થઇ રહી છે. લોકો ઇદ પ્રસંગે એકબીજાને મુબારકબાદી આપી રહ્યા છે. પવિત્ર રમજાનના છેલ્લા શુક્રવારે, ગઇકાલે અલવિદાની નમાજ અદા કરવામાં આવી હતી. અખાતી દેશોમાં ગઇકાલે ઇદ પર્વની ઉજવણી થઇ હતી. દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ,, આ અવસર પર વિશ્વભરના લોકોને શાંતિ, સૌહાર્દ, સ્વાસ્થ્ય અને ખુશીની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ પણ તમામ દેશવાસીઓને ઈદ-ઉલ-ફિત્ર પર વિશેષ રૂપે મુસ્લિમ ભાઈ-બહેનોને શુભેચ્છા પાઠવી છે.