યુવરાજસિંહના સાળા કાનભાના સુરતના CCTV સામે આવતા કેસમાં નવો વળાંક

ડમીકાંડ મામલે પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે યુવરાજસિંહની અટકાયત બાદ હવે આજે તેમના સાળાની ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ યુવરાજસિંહનાં સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. કાનભા ગોહિલની ધરપકડ બાદ ખુલાસો સામે આવ્યો છે અને જેમાં કાનભાનો મિત્ર તેને મોપેડ પર લેવા ગયો હતો.

મોઢા પર માસ્ક બાંધીને કાનભા આવ્યો હતો સુરત

 

 

કાનભા સુરત આવ્યા ત્યારે તેમના મોઢા પર માસ્ક લગાવેલું હતું. વિગતો મુજબ તેઓ રાત્રે 12:06 કલાકે સુરત આવ્યા હતા જે બાબતના સીસીટીવી પણ સામે આવ્યા છે. અત્રે તમને જણાવી દઈએ કે, CCTVમાં કાનભાના હાથમાં બેગ પણ જોવા મળી રહી છે.

ફોરેઈન એક્સચેન્જ અને ફાયનાન્સના બિઝનેસને લઈ તપાસ

 

તોડકાંડ મામલે યુવરાજસિંહના સાળાની પોલીસે ધરપકડ કરી છે તેમજ તે મામલે ભાવનગર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. યુવરાજસિંહના સાળાના વેપાર અંગે તપાસ ચાલી રહી છે તેમજ તોડકાંડની રકમ ધંધામાં ડાયવર્ટ કરાઈ હોવાની પોલીસને આશંકા છે તેમજ ફોરેઈન એક્સચેન્જ અને ફાયનાન્સના બિઝનેસને લઈને પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અઠવાડિયાથી પોલીસની એક ટીમ જે મામલે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *