ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અને ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
“આબોહવા ન્યાય અને ટકાઉ પર્યાવરણ” પર યોજાયેલ આ આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંદીપ મહેતાની અધ્યક્ષતામાં કરાયું હતું. કલાઇમેટ જસ્ટિસની વિપરીત અસર સામાન્ય લોકો કરતાં વંચિત લોકો, ખાસ કરીને ઓછી આવક ધરાવતા લોકો પર વધુ થાય છે. આ સમુદાયોને કેન્દ્રમાં રાખી આ કોન્ફરન્સમાં કલાઇમેટ ચેન્જની વિપરીત અસરના ઉકેલો પર ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં દેશની ૪૦ યુનિવર્સિટીઓ દ્વારા ૬૦ થી વધુ પેપર પ્રેઝન્ટેશન કરવામાં આવશે. કોન્ફરન્સમાં વિવિધ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલર હાજર રહ્યાં હતા.