ધીમી પિચને કારણે આજે પ્રથમ ઈનિંગમાં રમત ધીરી રહી હતી. ગુજરાત ટાઈટન્સની ટીમે ૫ વિકેટના નુકશાન સાથે ૧૩૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. અંતિમ ઓવરમાં ગુજરાતે શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગ કરીને મેચ જીતી લીધી હતી
આઈપીએલ ૨૦૨૩ ની ૩૦ મી મેચ આજે ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી હતી. લખનઉના એકાના સ્ટેડિયમમાં ટોસ જીતીને કેપ્ટન હાર્દિંક પંડયાએ પહેલા બેટિંગ પસંદ કરી હતી. ધીમી પિચને કારણે આજે પ્રથમ ઈનિંગમાં રમત ધીરી રહી હતી. ગુજરાત ટાઈટન્સની ટીમે ૫ વિકેટના નુકશાન સાથે ૧૩૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. અંતિમ ઓવરમાં ગુજરાતે શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગ કરીને મેચ જીતી લીધી હતી.
અંતિમ ઓવરમાં મોહિત શર્માએ બોલિંગ કરી હતી. પ્રથમ બોલ – ડોટ ગયો હતો. બીજા બોલ પર કેપ્ટન રાહુલ કેચ આઉટ થયો હતો. ત્રજા બોલ પર સ્ટોઈનિશની વિકેટ પડી હતી. ચોથા બોલ પર બદોની રન આઉટ થયો હતો. પાંચમા બોલ પર હુડ્ડા રન આઉટ થયો હતો. અને છઠ્ઠા બોલ પણ ડોટ બોલ થતા. ગુજરાતે ૭ રનથી જીત મેળવી છે.
ઓપનર રિદ્ધિમાન સાહા ૩ રનથી ફિફટી ચૂક્યો હતો. જ્યારે કેપ્ટન હાર્દિંક પંડયાએ શાનદાર ફિફટી ફટકારી હતી. બીજી ઈનિંગમાં લખનઉની શરુઆત ખુબ સારી રહી હતી. ૫ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર લખનઉની ટીમે ૫૦ રન પૂરા કર્યા હતા.૭ મેચમાં ૪ જીત- ૩ હાર અને ૮ પોઈન્ટ સાથે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર ૨ પર છે. જ્યારે ગુજરાત ટાઈટન્સની ટીમ ૬ મેચમાં ૪ જીત-૨ હાર અને ૬ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે.
ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન
પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલે 0 રન, રિદ્ધમાન સાહાએ ૪૭ રન, અભિનવ મનોહરે ૩ રન, વિજય શંકરે ૧૦ રન, હાર્દિક પંડયાએ ૬૬ રન ,ડેવિડ મિલરે ૬ રન અને રાહુલ તેવટિયાએ ૨ રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં માત્ર ૪ સિક્સર અને ૯ ચોગ્ગા જોવા મળ્યા હતા.
બીજી ઈનિંગમાં મોહિત શર્માએ ૩ ઓવરમાં ૧૭ રન આપીને ૨ વિકેટ લીધી હતી. નૂર અહમદે ૪ ઓવરમાં ૧૮ રન આપીને ૨ વિકેટ લીધી હતી. જ્યારે રાશિદ ખાને ૪ ઓવરમાં ૩૩ રન આપીને ૧ વિકેટ લીધી હતી.
લખનઉ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન
પ્રથમ ઈનિંગમાં લખનઉ તરફથી નવીન ઉલ હકે ૪ ઓવરમાં ૧૯ રન આપીને ૧ વિકેટ લીધી હતી. કૃણાલ પંડયાએ ૪ ઓવરમાં ૧૬ રન આપીને ૨ વિકેટ લીધી હતી. સ્ટોઈનિશે ૩ ઓવરમાં ૨૦ રન આપીને ૨ વિકેટ લીધી હતી. જ્યારે અમિત મિશ્રાએ ૨ ઓવરમાં ૯ રન આપીને ૧ વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં કે એલ રાહુલે ૬૮ રન, માયર્સે ૨૪ રન, કૃણાલ પંડયાએ ૨૩ રન, નૂરને ૧ રન, બદોનીએ ૮ રન, સ્ટોઈનીસ 0 રન, હુડ્ડાએ ૨ રન, પ્રેરાકે 0 અને બિશ્નોઈએ 0 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં માત્ર ૨ સિક્સર અને ૧૨ ચોગ્ગા જોવા મળ્યા હતા.