રાજ્યમાં આગઝરતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે ક્યા જીલ્લામાં કેટલો ગરમીનો પારો રહેશે તે વિશે માહિતી જાણીશું.
રાજ્યમાં આગઝરતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં દિવસ દરમિયાન આકરી ગરમીથી રાહત મળી શકે છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન ૨૪ ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ ૩૨ % રહેશે. જો વાત અમરેલી જીલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ૨૫ ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ ૩૪ % રહેશે.