ભાવનગર ડમીકાંડ હાલ સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે ડમીકાંડમાં ૬ આરોપીઓનાં જામીન પૂર્ણ થતા ૬ આરોપીઓને જેલ હવાલે કરાયા છે. તો બીજી તરફ બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાના ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ભાવનગર ડમીકાંડ મામલે ૬ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. જેમાં વિપુલ અગ્રવાલ, ભાર્ગવ બારૈયા, પાર્થ જાની, અશ્વિન સોલંકી, રમેશ બારૈયા, પાર્થ જાની, હાલમાં SIT ની ટીમ ડમીકાંડ મામલે તપાસ કરી રહી છે. ભાવનગર ડમી કાંડમાં ઝડપાયેલા ૬ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે ૬ આરોપીઓનાં રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા છે. ડમીકાંડમાં અત્યાર સુધીમાં કુલ ૧૦ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. હાલ મુખ્ય ૪ આરોપીઓના વધુ ૫ દિવસનાં રિમાન્ડ મળેલ હોવાથી SIT ની ટીમ પૂછપરછ કરી રહી છે.
કોર્ટે બન્ને આરોપીઓના ૬ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ભાવનગર તોડકાંડના આરોપીઓનાં કોર્ટે આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાનાં ૬ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીઓનાં ૬ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.