ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે, આજે રાજ્યમાં કોરોનાના ૨૨૭ નવા કેસ નોંધાયા તેમજ કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત કુલ ૪ દર્દી વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં કોરોનાનો સામાન્ય વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રોજિંદા કેસ આજે ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓમાં સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. તેમજ કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના ૨૨૭ પોઝીટિવ કેસ નોંધાયા છે.
કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત કુલ ૪ દર્દી વેન્ટિલેટર પર
આજે રાજ્યમાં કોરોનાના વધુ ૨૨૭ કેસ નોંધાયા છે તેમજ રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૮૭૯ થઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત કુલ ૪ દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૯૫ કેસ નોંધાયા જ્યારે સુરત શહેરમાં ૨૫, વડોદરા શહેરમાં ૨૫ કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં ૧૬, મહેસાણામાં ૧૧. કેસ, સુરત ગ્રામ્યમાં ૧૦ કેસ નોંધાયા છે. વલસાડમાં ૭ કેસ, ગાંધીનગર ગ્રામ્યમાં ૬ કેસ તેમજ નવસારીમાં ૬ કેસ, રાજકોટ ગ્રામ્યમાં ૪ કેસ અને ભાવનગર શહેરમાં ૩, વડોદરા ગ્રામ્યમાં ૩ કેસ નોંધાયા છે.
સાજા થવાનો દર ૯૯ % પહોચ્યો
અમદાવાદ ગ્રામ્યમાં ૨ કેસ, આણંદમાં ૨ કેસ અને ભરૂચમાં ૨ કેસ, ગાંધીનગર શહેરમાં ૨ કેસ નોંધાયા છે. જ્યારે કચ્છમાં ૨ કેસ, પંચમહાલમાં ૨ કેસ, બનાસકાંઠામાં એક કેસ નોંધાયો છે વધુમાં જણાવી દઈએ કે, ભાવનગર ગ્રામ્યમાં એક, ગીર સોમનાથ અને મોરબીમાં એક-એક કેસ નોંધાયો છે જ્યારે ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૯ % પહોચ્યો છે.