પંચાયતી રાજ દિવસની દેશભરમાં ઉજવણી

૨૪ એપ્રિલ એટલે નેશનલ પંચાયતી રાજ દિવસ, પંચાયતી રાજના શિલ્પી બળવંતરાય મહેતા સમિતિની મુખ્ય ભલામણો કઈ હતી?, ઈતિહાસ સાથે હાલ ગુજરાત સરકાર ગ્રામપંચાયત માટે કઈ કઈ યોજના ચલાવે છે તેના પર પણ કરો નજર

આજે પંચાયતી રાજ દિવસ: લોકશાહીના એ મૂળ પાયાનો દિવસ જ્યાંથી ગામનો, તાલુકાનો કે જિલ્લાના વિકાસનો ઉદય થાય છે. એવી વ્યવસ્થા કે જે લોકશાહીનો મૂળ હેતુ, લોકો દ્વારા લોકો માટે અને લોકોનું સુશાશનને સાર્થક કરે છે. પંચાયતી રાજને ભારતનું ઘરેણું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. કારણ કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે જેનો પાયાનો એકમ પંચાયતી રાજ છે અને તેમા પણ ખાસ કરીને ગ્રામ પંચાયત ઉપરોક્ત વાતને સારી અને સાચી રીતે ફળીભૂત કરે છે.કહેવત છે કે જેને સમાજનો ઈતિહાસ ખબર નથી તે ઈતિહાસ શું રચી શકવાના..ત્યારે આજે સમગ્ર ભારતીય સમુદાયના સમાજના પાયાના કાર્યકર તરીકે પંચાયતી રાજના ઊંડેથી જાણીએ અને તેના  ઈતિહાસ પર નજર કરીએ તેમાં જેણે ગ્રામ સ્વરાજનું સપનું જોયું તેવા ભારત રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજીના એક વિચારથી કરીએ.

 

૧૯૪૭ માં દેશ આઝાદ થયા પછી જવાહરલાલ નેહરુએ લોકશાહી દેશના વહિવટના વિક્ન્દ્રીકરણ માટે પંચાયતી રાજનો મહત્વ આપ્યું હતું. ગુજરાત રાજ્યના દ્વિતીય મુખ્યમંત્રી બળવંતરાય મહેતા એક ભારતીય રાજકારણી હતા. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેમને લોકશાહી વિકેન્દ્રીકરણ તરફના તેમના યોગદાન માટે “પંચાયતી રાજ શિલ્પી” તરીકે ગણવામાં આવે છે. બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.૧૯૫૭ માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ એ પોતાનો અહેવાલ ૨૪/૧૧/૧૯૫૭ ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો જેનાં આધારે ૨ ઓક્ટોબર ૧૯૫૯ ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનનાં નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ. જો કે રાજસ્થાન બાદ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પંચાયતીરાજનો ક્રમશ અમલ શરુ થયો હતો.પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજય ” આંધ્રપ્રદેશ” હતુ.

ગામને નાણા ઉઘરાવવા સુધીની સત્તા મળી

બળવંતરાય મહેતા સમિતિની મુખ્ય ભલામણો કે જેને ગામડાને પ્રાધાન્ય આપી તેમણે વહીવટ આપ્યો અને ગામની સત્તા આપી અને નાણા ઉઘરાવાનો સુધીની જવાબદારી આપી અને આ જ ભલામણોએ ભારતના પંચાયતી રાજના માળખાને ન કેવળ મજબૂત કરવાનું કામ કર્યું પણ ગામડાને બેઠું કરવા, તેને લોકશાહીનો ભાગ બનાવવા, ગામની સરકાર ચલાવવાનો મોકો આપ્યો. અને આ જ તકે ગામડાની શકલ બદલી આજે એવા ઘણા ગામડા છે જે શહેરોની ભભકાને ઝાંખા પાડે છે.

પંચાયત રાજ એક એવી બંધારણીય પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનો મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે: ગામ, તાલુકો અને જિલ્લો. પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્‌ભવ્યો છે. “રાજ”નો શાબ્દિક અર્થ “શાસન” અથવા “સરકાર” થાય છે. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે “ગ્રામ સ્વરાજ” એવો શબ્દ પ્રયોજાયો હતો. કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને 1950થી 60ના દાયકામાં અપનાવવામાં આવી હતી. ૨૪ એપ્રિલ, ૧૯૯૩ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય(૭૩મો સુધારો) એક્ટ 1992 બંધારણીય દરજ્જો પૂરો પાડે છે. ૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો: આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાન. હાલમાં, પંચાયતી રાજ પદ્ધતિ નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને, બધા કેન્દ્રશાસિત પ્રદેશો (અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં અમલમાં છે. દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે અમુક બેઠકો અનામત રાખવામાં છે.

સરદાર આવાસ યોજના
ગુજરાત ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્‍ય કારીગરો માટે રાજય સરકારની ઘરથાળના મફત પ્‍લોટની યોજના સને ૧૯૭૨ થી અમલમાં છે. સને ૧૯૭૬ માં આવા ફાળવેલ પ્‍લોટો ૫ર મકાન બાંધવા માટેની સહાય યોજના અમલમાં આવી. ”મફત પ્‍લોટ મફત ઘર” એ સૂત્રને સાકાર કરતી સરદાર ૫ટેલ આવાસ યોજના વર્ષ ૧૯૯૭ થી અમલમાં આવી. હાલ એક આવાસની એક યુનિટની કિંમત વધારીને ૪૩૦૦૦ કરવામાં આવી છે. જેમાં સરદાર ૫ટેલ આવાસ યોજનાની સરકારી સહાય ૩૬૦૦૦ છે. ૭૦૦૦ લાભાર્થી શ્રમફાળો ગણી લેવામાં આવે છે.

પંચવટી યોજના
ગામડાના ૫ડતર વિસ્‍તારો, ગ્રામ્‍યલોકોના સહકારથી નવ૫લ્‍લવિત અને પુન: સ્‍થાપ‍િત કરી ગ્રામ્‍ય સ્‍તરે લોકજાગૃતિનું નિર્માણ થઇ શકે તેમજ ગ્રામ્‍યપ્રજાના ગામના રહેઠાણ વિસ્‍તારની નજીકમાં વૃક્ષાચ્‍છાદિત વન મળે તેવું આયોજન છે.પારં૫રિક સાંસ્‍કૃતિ વારસા પ્રત્‍યે આસ્‍થા જળવાય તે હેતુને ઘ્‍યાનમાં રાખીને સમગ્ર રાજયમાં પંચવટી યોજના રાજય સરકારે અમલમાં મૂકેલ છે.

સ્વચ્છ ગામ યોજના
ગામમાં સફાઇ યોગ્ય રીતે થાય અને સફાઇ પ્રત્યે સભાવના, જાગૃતિ કેળવી સફાઇનું ઉંચુ સ્તર, લાવી, ગ્રામ્યજીવન સ્તર ઉચું લઇ જવા માટે પ્રોત્સાહનરૂપે સફાઇ અને સ્વચ્છતા માટે સહાય આપવામાં આવે તો સહાયનો ઉપયોગ ગામની સ્વચ્છતાની જાળવણી માટે અને સ્વચ્છતાના સાધનો વસાવવા માટે પ્રેરાઇને ગ્રામ પંચાયત પોતાનું ગામ સ્વચ્છ અને નિર્મળ બને તે હેતુથી પ્રેરાઇને કટીબધ્ધ બને તે માટે સને ૨૦૦૭-૦૮ ના વર્ષમાં નવી યોજના અમલમાં મુકવામાં આવી છે.

સમરસ ગ્રામ યોજના
રાજયની ચૂંટણીઓમાં પક્ષ અને પ્રતિક હોય છે પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષનું આવું કોઇ પ્રતિક હોતું નથી. તેની પાછળ મહત્‍વના કારણો રહેલા છે. આર્ય સંસ્‍કૃતિની એ આગવી પરંપરા રહી છે, ગામનું મુળ અસ્‍તિત્‍વ, એનું અસલપણું, એના પ્રસંગો, રૂઢીઓ વગેરે જળવાઇ રહ્યાં છે. ગામની વિવિધ કોમો-જ્ઞાતિઓ વારતહેવારે થતાં ઉત્‍સવોમાં ભાગ લે છે અને કૌટુંમ્‍બિક ભાવના જળવાઇ રહે છે. એમની આ વિશિષ્‍ટતા છિન્નભિન્ન ન થાય એ માટે પંચાયત ધારો ઘડનારાઓએ આપણી આ પાયાની સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થામાં ચૂંટણીમાં પક્ષિય ધોરણ રાખ્‍યું નથી.

ઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના
ઇ-ગ્રામ પંચાયતની વિવિઘ કામગીરીને ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના અમલ દ્વારા અદ્યતન, સુવ્‍યવસ્‍િથત, સમયબદ્ઘ, સરળ, ઝડપી, ક્ષતિરહિત અને પારદર્શક બનાવવી. ગ્રામ્‍યજનોને જરૂરી માહિતી, પ્રમાણ૫ત્ર, વિવિઘ કચેરીઓનાં ફોર્મસ, અરજીના નમૂના વિગેરે ઉ૫લબ્‍ઘ કરાવવા. શહેરમાં નાગરિકોને મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામજનોને ૫ણ ઇ-ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવી.

જમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ
ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગરીબલક્ષી ગ્રામીણ આવાસ યોજનાઓની વસાહતમાં પર્યાપ્‍ત સાધનોના અભાવે પીવાનું પાણી, ગટર વ્‍યવસ્‍થા, સ્‍વચ્‍છતા, શેરીની પ્રકાશ વ્‍યવસ્‍થા, ઘરોમાં વીજળીકરણ, આંતરિક રસ્‍તાઓ, એપ્રોચરોડ વગેરે જેવી પાયાની નાગરિક સુવિધાઓ પૂરતી નથી ત્યારે  ગ્રામીણ આવાસન યોજના માટે ગામતળ ન હોય તેવા ગામ માટે તેમજ વિવિધ ગ્રામીણ આવાસ યોજના હેઠળ સંકુલ માળખાકીય સુવિધા સાથે પુરૂ પાડવાનું થતું હોય તે ગામ માટે ગામતળની જમીન ઉપલબ્‍ધ કરાવવી

તિર્થગામ / પાવનગામ યોજના
રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા લોકો વચ્‍ચે પરસ્‍પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *