શેરબજારમાં સપ્તાહના પ્રથમ સેન્સેક્સ ૬૦,૦૫૬ પર બંધ રહ્યો છે. તો નિફટી ૧૭,૭૪૩ પર બંધ જોવા મળ્યો છે. જેથી અક્ષય તૃતીયા બાદ શુકનનો સોમવાર ગણવામાં આવ્યો હતો.
શેરબજારમાં સપ્તાહના કારોબારના પ્રથમ દિવસે જોરદાર તેજી જોવા મળી હતી. બેન્કિંગ અને આઇટી શેરમાં મોટાપાયે ખરીદારી નોંધાઈ હતી. પરિણામે શેરબજાર લીલા નિશાન સાથે બંધ થયું હતું. જેમાં ૪૦૧ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ ૬૦ હજાર સુધીના જબરા સ્તરને પાર કરી બંધ રહ્યો હતો. જે ૬૦,૦૫૬ પર બંધ રહ્યો છે. તે જ રીતે નિફટી ૧૭,૭૪૩ પર બંધ જોવા મળ્યો છે. જેથી અક્ષય તૃતીયા બાદ શુકનનો સોમવાર ગણવામાં આવ્યો હતો.
સેન્સેક્સ ૫૯,૬૫૫ અને નિફટી ૧૭,૬૨૪ પર અટક્યો
આ દરમિયાન આઇટીના શેરમા તેજી જોવા મળી હતી. સેન્સેક્સમા wipro નો શેર બમણી ગતિથી આગળ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ગત સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે સેન્સેક્સ ૨૨ પોઇન્ટના વધારા સાથે ૫૯,૬૫૫ અને નિફટી ૧૭,૬૨૪ પર અટક્યો હતો. આજે બજારની શરૂઆત નબળી રહ્યા બાદ બપોર પછી જોરદાર ખરીદી નોંધાય હતી અને અંતે સેન્સેક્સ ૬૦,૦૦૦ ની ઉપર બંધ રહ્યો હતો.
એચડીએફસી લાઇફમાં ૬.૫૦ % નો વધારો

નિફ્ટી પર PSU બેન્ક ઇન્ડેક્સ ૨.૬૧ % વધીને વધ્યો છે. આ ઉપરાંત ફાઇનાન્શિયલ, આઇટી અને રિયલ્ટી શેરોએ વધારા સાથે રોકાણકારોને રાજી કરાવ્યા હતા. જ્યારે ફાર્મા, ઓટો અને મીડિયા શેરો નબળા પાડયા હોવાથી રોકાણકારો ફાવ્યા ન હતા. તેજી નોંધાયેલ શેરની વાત કરવામાં આવે તો એચડીએફસી લાઇફમાં ૬.૫૦ % નો વધારો તથા ટાટા કન્સમર ૪.૫૦ % અને વિપ્રોમા ૩ % તેમજ ટાઇટલમાં ૨.૫૦ % નો વધારો જોવા મળ્યો હતો. ઘટાડો નોંધાયેલ શેરની વાત કરવામાં આવે તો indusind બેંકમાં ૧.૪૦ % નો ઘટાડો તો ડોક્ટર રેડિયોમાં ૧.૨૦ % અને સનફાર્મા ૧.૧૫ % નો ઘટાડો નોંધાયો હતો