ગુજરાતમાં કોરોનાનો યુ-ટર્ન

આજે રાજ્યમાં કોરોનાના નવા ૧૬૧ નોંધાયા તેમજ ૨૪૧ દર્દી સાજા થયા છે, એક્ટિવ કેસની સંખ્યા ૧,૮૨૩ પર પહોંચી

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હવે રોજિંદા કેસમાં રોજે રોજ થોડા ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્માં કોરોના કેસમાં વધારો થયો હતો ત્યારે જ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ થયું હતું. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ રાજ્યમાં કોરોનાના ૧૬૧ પોઝીટિવ કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં ૪૨ કેસ નોંધાયા

આજે રાજ્યમાં કોરોનાના ૧૬૧ કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં ૪૨ વડોદરા કોર્પોરેશનમાં ૨૬ તેમજ વડોદરા અને સુરત શહેરમાં ૨૬ અને ૨૩ કેસ નોંધાયા છે જ્યારે મહેસાણામાં ૧૦ કેસ નોઁધાયા છે તેમજ ગાંધીનગર શહેરમાં ૭, આણંદમાં ૫ અને રાજકોટ શહેરમાં ૫ કેસ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યમાં ૩ તેમજ ભરૂચમાં ૩ અને ભાવનગર, દાહોદ, કચ્છ અને નવસારીમાં ૨ – ૨ – ૨ કેસ નોંધાયા છે. પંચમહાલમાં ૨, સુરેન્દ્રનગરમાં ૨ તેમજ તાપીમાં ૨ અને વડોદરા ગ્રામ્યમાં ૨ કેસ નોંધાયા છે.

૨૧૪ દર્દીઓ કોરોનાથી સાજા થયા

રાજ્યમાં ૨૧૪ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. તેમજ એક્ટિવ કેસની સંખ્યા ૧૮૨૩ પર પહોંચી છે તેમજ ૪ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોવિડ – ૧૯ થી સાજા થવાનો દર ૯૯.૦૦ % પર પહોંચ્યો છે. વર્તમાનાં ૧૮૨૨ દર્દી સ્ટેબલ છે

કોરોનાથી બચવાના ઉપાય

માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો.

ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ – ૧૯ ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *