ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM, રોહતક અને પ્રસાર ભારતી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા મન કી બાત પર શ્રોતાઓના સર્વેક્ષણમાં કરવામાં આવ્યો. IIM, રોહતકના ડાયરેક્ટર, પ્રોફેસર ધીરજ પી શર્માએ જણાવ્યું હતું કે, દેશમાં ૯૬ % લોકો મન કી બાત વીશે જાણે છે. ૧૦૦ કરોડથી વધુ લોકોએ તેને ઓછામાં ઓછું એક વાર સાંભળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સર્વેક્ષણ જણાવે છે કે ૨૩ કરોડ લોકોએ આ કાર્યક્રમ નિયમિતપણે સાંભળ્યો છે. શર્માએ કહ્યું કે મન કી બાત સાંભળ્યા પછી, ૬૦ % લોકોએ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે રસ દાખવ્યો છે, જ્યારે ૫૯ % લોકોએ સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
પ્રસાર ભારતીના સીઈઓ, ગૌરવ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, સામાન્ય નાગરિક વાર્તાઓ, સશસ્ત્ર દળોની બહાદુરી, યુવા સંબંધિત મુદ્દાઓ અને પર્યાવરણ અને કુદરતી સંસાધન સંબંધિત મુદ્દાઓ મન કી બાતમાં આવરી લેવામાં આવેલા સૌથી લોકપ્રિય વિષયો હતા. સ્નોબોલ સેમ્પલિંગનો ઉપયોગ કરીને ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ પ્રદેશોમાંથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. ૧૫ વર્ષથી વધુ વય જૂથના ૧૦,૦૦૦ થી વધુ લોકોએ સર્વેમાં ભાગ લીધો હતો. સર્વે આગળ દર્શાવે છે કે ૪૪.૭ % લોકોએ ટેલિવિઝન દ્વારા મન કી બાત જોઈ કે સાંભળી જ્યારે ૩૭.૬ % લોકોએ સાંભળવા માટે મોબાઈલ ફોન પસંદ કર્યા. મન કી બાત સાંભળવા માટે માત્ર ૧૭.૬ % લોકોએ રેડિયોનો ઉપયોગ કર્યો હતો. મન કી બાતનો ૧૦૦ મો એપિસોડ આ રવિવારે સવારે ૧૧:૦૦ વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા તેના સમગ્ર નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.