૨૦૨૪ ની લોકસભા ચૂંટણી પછી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા નવા સીમાંકન આયોગની રચના કરશે જે સીમાંકન આધારે લોકસભા અને રાજ્યસભાની બેઠકોમાં વધારો થઈ શકે છે.
લોકસભાની બેઠકો વધીને ૮૦૦ સુધી થઈ શકે
નવા સીમાંકન બાદ લોકસભા અને રાજ્યસભાની બેઠકોમાં વધારો થઈ શકે છે તો લોકસભાની બેઠકો વધીને ૮૦૦ સુધી થઈ શકે છે જ્યારે વિધાનસભા બેઠકો પણ ૨૩૦ ને પાર પહોંચી શકે છે. અત્રે તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સાંસદોની સંખ્યા વધીને ૪૨ થઈ શકે છે તો રાજ્યમાં રાજ્યસભાની બેઠકમાં વધારો થઈ શકે છે.
નવા સીમાંકન માટે ૨૦૨૬માં પ્રસિદ્ધ થશે પ્રાથમિક જાહેરનામું
રાજ્યસભામાં ૧૧ ને બદલે ૧૭ સાંસદ સભ્ય ચૂંટાશે જ્યારે રાજ્યની વિધાનસભા બેઠકો ૨૩૦ થી વધુ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ધારાસભ્યને રહેવા માટે ક્વાર્ટર્સની સંખ્યામાં પણ વધારો થશે. જો કે તમને જણાવી દઈએ કે, ધારાસભ્યના ક્વાર્ટર્સની સંખ્યા ૨૧૪ થશે. નવા સીમાંકન માટે ૨૦૨૬ માં પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થશે તેમજ રાજ્યોની વસ્તી અને ક્ષેત્રના માપદંડોના આધારે સીમાંકન કરવામાં આવશે.