જાપાનનું ચંદ્રની સપાટી પર પોતાનું લેન્ડર લેન્ડ કરવાનું સપનું અધૂરું રહ્યું

આ લેન્ડરનું નામ હકુટો-આર મિશન ૧ છે

જાપાનની ખાનગી કંપની ISpace Inc.ના ચંદ્રયાન મિશનને ભારતના વિક્રમ લેન્ડર જેવી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો છે. ચંદ્રની સપાટી પર પોતાનું લેન્ડર લેન્ડ કરવાનું જાપાનનું સપનું અધૂરું રહી ગયું છે. આ લેન્ડરનું નામ હકુટો-આર મિશન ૧ છે. જાપાની સ્ટાર્ટઅપ iSpace Inc જણાવ્યું હતું કે ચંદ્રની સપાટી પર ઉતરવાનો તેનો પ્રયાસ નિષ્ફળ ગયો કારણ કે તેનો તેના Hakuto-R મિશન લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. એવું માનવામાં આવે છે કે લેન્ડર રોવર ઝડપથી લેન્ડ કરવાનો પ્રયાસ કરતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હતો. જાપાની કંપનીના આ ઉપગ્રહને સ્પેસએક્સ રોકેટ દ્વારા ગયા વર્ષે ડિસેમ્બરમાં ફ્લોરિડાના કેપ કેનાવેરલથી લોન્ચ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી માત્ર અમેરિકા, સોવિયેત યુનિયન અને ચીન જ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરી શક્યા છે. ભારતીય અને ઈઝરાયેલના લેન્ડિંગના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *