લોકસભા ચૂંટણી ૨૦૨૪:- લોકસભા ચૂંટણી પહેલા નીતિશ કુમાર દ્વારા વિપક્ષી પાર્ટીઓને એક કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, શું સફળ જશે?
દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં સૌથી મોટી ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિપક્ષી પાર્ટીઓ ફરીવાર ગઠબંધન સાથે લડવાની તૈયારી દર્શાવી રહી છે અને તેમાં હાલ આગેવાની લીધી છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે. જોકે એકબીજાના કટ્ટર વિરોધીઓ માત્ર મોદી વિરોધમાં જ એક થઈને વોટ ખેંચી શકશે કે નહીં તે જોવાનું રહ્યું.
શું કોંગ્રેસ તરફથી બેટિંગ કરી રહ્યા છે નીતિશ?
બિહારના મુખ્યમંત્રીએ સૌથી પહેલા દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ખડગે અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી, જે બાદ તેઓ અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી અને અખિલેશ યાદવ સાથે મુલાકાત કરવા માટે ગયા હતા. એવામાં એવું બની શકે કે કોંગ્રેસ પાર્ટી સીધી ચર્ચા કરી ન શકતી હોવાથી નીતિશ કુમારના માધ્યમથી સંવાદ સ્થાપિત કરવાના પ્રયાસ ચાલી રહ્યા હોય.
અત્યારે દેશમાં કેટલા ક્ષેત્રીય ક્ષત્રપ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (AAP), બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી(TMC), UPના પૂર્વ CM અખિલેશ યાદવ (SP), શરદ પવાર (NCP), બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (JDU), બિહારના ડેપ્યુટી CM તેજસ્વી યાદવ (RJD), તમિલનાડુના CM MK સ્ટાલિન (DMK), કેરળના CM પિનારાઈ વિજયન (CPI-M), આંધ પ્રદેશના પૂર્વ CM ચંદ્ર બાબુ નાયડુ (TDP), આંધ પ્રદેશના CM જગન મોહન રેડ્ડી (YSRCP), ઓડિશાના CM નવીન પટનાયક (BJD)