આ ટ્રાન્સમીટર ૧૮ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના ૮૪ જિલ્લાઓમાં લગાવવામાં આવ્યા છે
દેશભરમાં રેડિયો પ્રસારણને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૯૧ FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કરશે. આ ૧૦૦ વોટના ટ્રાન્સમીટરને વીડિયો ક્રોસ કોન્ફરન્સ દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ ટ્રાન્સમીટર ૧૮ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના 84 જિલ્લાઓમાં લગાવવામાં આવ્યા છે.બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કેરળ, છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને લદ્દાખનો સમાવેશ થાય છે તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમાવેશ થાય છે.

ઓલ ઈન્ડિયા રેડિયોની FM સેવાના આ વિસ્તરણ સાથે, વધારાના ૨ કરોડ લોકો, જેમની પાસે આ માધ્યમનો ઉપયોગ ન હતો, તેઓને હવે આવરી લેવામાં આવશે. તે લગભગ ૩૫ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં કવરેજના વિસ્તરણમાં પરિણમશે.
પ્રધાનમંત્રી દ્રઢપણે માને છે કે જનતા સુધી પહોંચવામાં રેડિયો મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રી વિશાળ શ્રોતાઓ સુધી પહોંચવા માટે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હતો. હવે આ કાર્યક્રમનો ઐતિહાસિક ૧૦૦ મો એપિસોડ ૩૦ મી એપ્રિલ, રવિવારના રોજ ટેલિકાસ્ટ થવાનો છે.