જિયા ખાન કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ જાહેર, જિયા ખાને ૩ જૂન ૨૦૧૩ ના કર્યો હતો આપધાત

અભિનેત્રી જિયા ખાને ૩ જૂન ૨૦૧૩ એ આપઘાત કર્યો હતો. જિયા ખાને આપઘાત પહેલા એક મોટો પત્ર લખ્યો હતો. અભિનેત્રીની માતાએ તેના બોયફ્રેન્ડ સૂરજ પંચોલી પર હત્યાને ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો જેના પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે સૂરજ પંચોલી હાલ જામીન પર બહાર છે.

આજે આ મામલે અંતિમ  ચુકાદો આવી ગયો છે. CBIની વિશેષ કોર્ટ દ્વારા તેને મુક્ત કરી દેવામાં આવ્યો છે. પુરાવાઓના અભાવે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ મામલે અભિનેતાને ૫૦ હજારનો દંડ અને તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો. કોર્ટે ૨ જુલાઈએ સુનાવણીમાં જણાવ્યું હતું કે, સૂરજ જિયાના આપઘાત કેસમાં આરોપી નથી. જિયા ખાનની માતાએ આ મામલે મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જિયા ખાનના ઘરેથી ૬ પાનાનો પત્ર મળ્યા બાદ એક્ટરની કલમ ૩૦૬ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ૨૧ જૂન, ૨૦૧૩ ના રોજ સૂરજની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ૧ જુલાઈ ૨૦૧૩ ના રોજ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *