કુસ્તીબાજોનો વિરોધ: પહેલવાનો હવે આર કે પાર કરીને જ રહેશે

કુસ્તીબાજોનો વિરોધ:- વિરોધ પ્રદર્શન કરી રહેલાં પહેલવાનોએ કહ્યું કે જ્યાં સુધી WFIનાં અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહને તમામ પદોથી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી અમે ધરણાં પર બેઠાં રહેશું.

દિલ્હીનાં જંતર-મંતર ખાતે દેશનાં મેડલ ધારક પહેલવાનો WFIનાં અધ્યક્ષ અને BJPનાં  MP બૃજભૂષણ શરણસિંહનાં વિરોધમાં ધરણા પર છે. પહેલવાનોની માંગ હતી કે BJPનાં  MP બૃજભૂષણ શરણસિંહ સામે FIR નોંધવામાં આવે.  SG તુષાર મહેતાએ SCમાં જણાવ્યું કે પહેલવાનો માંગ કરી રહ્યાં છે કે જ્યાં સુધી બૃજભૂષણને તમામ પદોથી હટાવવામાં અને જેલમાં નાખવામાં નહીં આવે ત્યાં સુધી અમે ધરણાં પર બેઠા રહેશું.

ભારતીય કુશ્તી મહાસંઘ WFIનાં અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહ પર કથિત ધોરણે એક સગીરા સહિત ૭ મહિલા પહેલવાનોનાં યૌન શોષણની ફરિયાદ કરવામાં આવી છે. હવે આ પહેલવાનોનાં સપોર્ટમાં સમગ્ર ભારતીય ખેલજગત આવી ગયું છે. જાણો ક્યાં ખેલાડીઓ પહેલવાનોને ન્યાય આપવા અંગે આપી રહ્યાં છે સમર્થન.

ઈરફાન પઠાન અને હરભજન આવ્યાં સમર્થનમાં

થોડાં સમય પહેલાં પહેલવાન વિનેષ ફોગાટે ભારતીય ક્રિકેટરની આ ધરણાં અંગે ચુપ્પીને લઈને સવાલો કર્યાં હતાં ત્યારે હવે પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાનનું પહેલવાનોનાં સમર્થનમાં ટ્વિટ આવ્યું છે. તેમણે લખ્યું કે ‘ માત્ર જ્યારે મેડલ લાવે છે ત્યારે જ નહીં, ભારતીય ખેલાડીઓ હંમશા આપણી શાન હોય છે.’

રિટાયર્ડ ક્રિકેટર હરભજન સિંહે પહેલવાનોનાં સપોર્ટમાં લખ્યું ટકે સાક્ષી મલિક અને વિનેષ ફોગાટ ભારતનું ગૌરવ છે. એક રમતવીર તરીકે મને દુ:ખ થાય છે કે આપણાં દેશનું ગૌરવ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યાં છે. મારી પ્રાર્થના છે કે તેઓ જલ્દી ન્યાય મેળવે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *