અમદાવાદના સીજી રોડ પર આર. અશોક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે, પોલીસે ઘટનાસ્થળે પહોચીને વધુ કાર્યવાહી હાથધરી
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટના વધતી જતી હોય તેવું વર્તમાનમાં કિસ્સાઓ પરથી જાણી શકાય છે. શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. સીજી રોડ પર લાખોની લૂંટ થઈ છે વિગતો મુજબ આર. અશોક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે.
સીજી રોડ પર સુપર મોલ નજીક લૂંટની ઘટના
સીજી રોડ પર આર. અશોક આંગડિયા પેઢીનો કર્મચારી એક્ટિવા પર જઈ રહ્યો હતો ત્યારે કર્મચારી પાસે રૂપિયા ૫૦ લાખ જેટલી રકમ હતી. સીજી રોડ પર સુપર મોલ નજીક પહોંચ્યો હતો ત્યારે તેની સાથે લૂંટની ઘટના બની હતી.બાઈક પર આવેલા ૨ શખ્સઓએ લૂંટને અંજામ આપીને ફરાર થયા હતાં. જે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.